


સરદારવંશી ગ્રુપ ગુજરાત દ્વારા વિવિધ માનવસેવા કરી જરૂરિયાતમંદોને સહાયરૂપ બનવા માટે મોરબી ખાતે સંસ્થા શરુ કરવામાં આવી રહી છે. તા. ૩૧ ને મંગળવારના રોજ સાંજે ૬ કલાકે ગોકુલ ફાર્મ પાસે, વાવડી રોડ મોરબી ખાતે સંસ્થાનો શુભારંભ થશે જે સંસ્થા દર્દીને લોહીની જરૂરિયાત, શિક્ષણની સહાય ઉપરાંત કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના જરૂરિયાતમંદોને શકય તમામ મદદ કરવામાં આવશે. દિન દુખીની સેવાના આશય સાથે મોરબી ખાતે સરદાર વંશી ગ્રુપનો પ્રારંભ સરદાર પટેલની જન્મજયંતી નિમિતે કરવામાં આવશે જેમાં મુખ્ય અતિથી તરીકે વૃદ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહેશે.