Billboard ad 1150*250 Billboard ad 1150*250

જીલ્લાની સૌ પ્રથમ ટીકરીંગ લેબનો અમરસિંહજી હાઈસ્કુલ ખાતે પ્રારંભ

મોરબી જીલ્લાની સૌ પ્રથમ ટીકરીંગ લેબનો વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં ખાતે અટલ ટિકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે જીલ્લા શિક્ષણ અધિકારી સહીત સ્કુલના ટ્રસ્ટીઓ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ લેબનો અંદાજિત ખર્ચ ૨૦ લાખ રૂપિયા છે. આ લેબ બાળકમાં રહેલા સર્જનાત્મક અને સંશોધાત્મક કૌશલ્યને બહાર લાવવામા ખૂબ મદદરૂપ થઇ શકશે. વિદ્યાર્થીઓને અઠવાડિયે બે કલાકના બે પિરિયડ દરમિયાન લઇ જવામાં આવશે અને ડિજીટલ અને થ્રિડી પ્રિન્ટ, ઇલેક્ટ્રીક, ટેકનિકલ અને મિકેનિકલ વગેરે વિષયોનું માર્ગદર્શન મેળવશે.

આ લેબ શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમ્યાન ઘર વપરાશ કે સામાન્ય ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં આવતા કામો શીખી શકે અને રોજગારી મેળવી શકે. આમ અભ્યાસની સાથે રોજગાર લક્ષી પાયાનું જ્ઞાન પણ આપતી વાંકાનેર એકમાત્ર સ્કૂલ બની છે.

આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમિયાન આવા નાના-નાના કામો શીખી અને ભવિષ્યમાં આ કામો થકી રોજગારી મેળવી શકે. જેથી તમામ વિદ્યાર્થીઓએ આ લેબનો વધુમાં વધુ લાભ લે.આ સમારંભમાં  જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ તથા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

Comments
Loading...
WhatsApp chat