મોરબીની ૩૮ શાળામાં ધોરણ ૬-૭ ને મર્જ નહિ કરાય, ડીડીઓનો આદેશ

શાળાના ક્લાસ મર્જ કરવાના આદેશ સામે ડીડીઓએ રોક લગાવી

મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં ધોરણ છ થી આઠની શાળાઓમાં બાળકોની ઓછી સંખ્યાને ધ્યાને લઈને શાળાઓ મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે આદેશ વિરુદ્ધ આજે ડીડીઓએ આ નિર્ણયનો અમલ ના કરવાનો હુકમ કર્યો છે.

મોરબી જીલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ અને ૭ ની કુલ સંખ્યા ૧૫ કે તેથી ઓછી હોય તેવી શાળાઓમાં ધોરણ ૬ અને ૭ ને મર્જ કરી નજીકની ધોરણ છ થી આઠની પૂર્ણ શાળામાં મર્જ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી જીલ્લાના મોરબી તાલુકાની ૧૩ શાળા, ટંકારા તાલુકાની ૦૪ શાળા, વાંકાનેર તાલુકાની ૦૯ શાળા, માળિયા તાલુકાની ૦૮ શાળા અને હળવદ તાલુકાની ચાર શાળા મળીને ૩૮ શાળાઓ મર્જ કરવા હિલચાલ કરવામાં આવી હતી જે મામલે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને શાળાઓ મર્જ કરવાના નિર્ણયનો અમલ ના કરાવવાની માંગ કરી હતી

જેને પગલે જીલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ જીલ્લા પંચાયત સંચાલિત ધોરણ ૧ થી ૭ માં ધો. ૬ અને ૭ ની શાળાઓને મર્જ કરવાના નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો છે અને જણાવ્યું છે કે હાલ આ બાબતે સુધારા આદેશ કરેલ છે અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે પણ હાલ રજા પર હોય જેથી જ્યાં સુધી રજા પરથી હાજર ના થાય ત્યાં સુધી સુધારા આદેશ બાબતે અમલ ના કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Comments
Loading...
WhatsApp chat