


‘જો શો કે નહી’ ડાઈલોગ ફેઈમ છેલ્લા એક વર્ષ થી યુ ટ્યુબ પર ધૂમ મચાવતા આ ગૃપ ના ૨ લાખ થી વધુ સબસ્ક્રાઈબર્સ તેમજ ૨.૫ કરોડ થી વધુ વ્યુવર્સ છે.યુ ટ્યુબ મા અઢી કરોડ થી પણ વધુ વ્યુવર્સ ધરાવતા અક્કી એન્ડ અંકીત ગૃપ દ્વારા મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે સ્ટેન્ડ અપ કોમેડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા હીમાંશુ હીરાણી, પ્રિયંકા ચુડાસમા, અક્કી, અંકીત, પપ્પુ, ભાવના તેમજ પૂજા ચુડાસમા સહીતના કલાકારો એ પોતાની કલા પ્રદર્શિત કરી વિદ્યાર્થીઓના મનમોહી લીધા હતા.
આ કાર્યક્રમ ને સફળ સંસ્થા ના ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિત કક્કડ, શિવમ જાની, ભરત વણોલ, હાર્દીક ઉદાણી, ભગીરથ સિંહ ઝાલા, વિમલ વરસાણી, અમિત વેગડ, સુમિતભાઈ, ભાવેશ સારેસા સહીતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

