


મોરબીમાં નકુમ પરિવાર દ્વારા પંચાસર રોડ, માધાપર વાડી પ્રાથમિક શાળાની બાજુમાં બોખાની વાડી ખાતે તા :૧૯ થી તા :૨૫ માર્ચસુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા :૧૯ /૩ ને સોમવારે સવારે ૯:૦૦ વાગ્યે રામજી મંદિર થી કથાના સ્થળ સુધી ભવ્ય પોથી યાત્રા યોજાશે. તો નકુમ પરિવાર દ્વારા કથામાં આવતા વિવિધ ધામિઁક પ્રસંગોની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા:૨૦ /૩ ના રોજ કપિલ પ્રાગટય, તા :૨૧ ના રોજ નૃસિંહ પ્રાગટય, તા :૨૨ ના રોજ સવારે વામનપ્રાગટય, બપોરે રામ જન્મોત્સવ, તથા સાંજે કૃષ્ણ જન્મોત્સવ, તા :૨૩ ના રોજ ગોવધઁન લીલા, તા :૨૪ ના રોજ સાંજે રૂક્ષ્મણી વિવાહ,તા :૨૫ ના રોજ સવારે સુદામા ચરિત્ર, બપોરે વિષ્ણુ દશાંશ યજ્ઞ, અને સાંજે ૫ કલાકે કથાની પૂણાહુતી થશે. તો કથા દરમિયાન રોજ રાત્રે ધુન – ભજન, અને બપોરે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહમાં શકત શનાળાના જાણીતા કથાકાર અનિલપ્રસાદ રાવલ તેમની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. ભકતજનોને કથાનું રસપાન કરવા નકુમ પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

