મોરબીમાં પાટીદાર શિક્ષક સમાજના સન્માન સમારોહમાં મંત્રી બ્રિજેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિ

 

રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અધ્યક્ષસ્થાને પાટીદાર શિક્ષક સમાજ મોરબી દ્વારા સ્નેહમિલન, રાસોત્સવ, મોટિવેશન અને તેજસ્વિતા સન્માનને સાંકળતા ચતુર્વિધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, ભાવિ ભારતના ઘડતરમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે તેવા શિક્ષકશ્રીઓના ચરણોમાં હું વંદન કરું છું. તેજસ્વી તારલાઓના સન્માનને વધાવતા તેમણે જણાવ્યું હતું કે, આ સન્માનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને અન્યને પણ પ્રેરણા મળે છે.

આ ચતુર્વિધ સમારોહ કાર્યક્રમમાં મંત્રી ઉપરાંત ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મોરબી તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, અગ્રણી જયંતીભાઈ પટેલ, જિગ્નેશભાઇ કૈલા, સુશિલાબેન મેરજા તથા વસંતભાઈ ગોરીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વીડજા, શિક્ષણવિદ પી. ડી. કાંજિયા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

This slideshow requires JavaScript.

 

Comments
Loading...
WhatsApp chat