

ગુજરાત સરકાર દ્વારા આયોજિત નેત્રહીન માટેનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૨૦૧૭-૧૮ નું આયોજન ડી. એસ.ઓ. વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્ર નગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી, પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન સેવા કેન્દ્રને એથલેટીક્સ અને ચેસ ટુર્નામેન્ટનું સુકાન સોપવામાં આવ્યું છે જે અંતર્ગત તા. ૧૧ ને બુધવારના રોજ ભરતનગર મુકામે ભરતવન ફાર્મમાં સવારે આઠ કલાકે સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર પ્રજ્ઞાચક્ષુ બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લોકોએ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.