


મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે આવતીકાલે સાંજે સંસ્કૃત ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ ગોષ્ઠીમાં વિધાભારતી દ્વારકા વિભાગના મંત્રી ઉપસ્થિત રહીને વક્તવ્ય રજુ કરશે.
સંસ્કૃત શા માટે?
➡️આજના જમાનામાં સંસ્કૃત શા માટે?
➡️શ સંસ્કૃત વગર શિક્ષણ અધૂરું છે?
➡️સસ્કૃત શીખવાથી,શીખવવાથી શું લાભ છે?
➡️નાના બાળકોને સંસ્કૃત અઘરું ન લાગે?
➡️શિશુ-કક્ષાથી( કેજીથી), ધોરણ-1( એક) થી સંસ્કૃત શીખવાડી શકાય?
➡️ઈગ્લીશ મીડીયમ ના બાળકોને સંસ્કૃત શીખવું કેટલું જરૂરી?
આવા અનેક પ્રકારના પ્રશ્નોના નિરાકરણ, સમાધાન માટે સંસ્કૃત ભારતી દ્વારા વિદ્યાલયોના ટ્રસ્ટીશ્રી ઓ, સંચાલકો, વ્યવસ્થાપકો કે આચાર્યો, શિક્ષકો ની વિશેષ ગોષ્ઠીનું (મીટીંગ નું) આયોજન આગામી તા.૪ ને ગુરુવારે સાંજે ૬:૧૫ થી ૭:૩૦ સરસ્વતી શિશુ મંદિર નવા બસ સ્ટેન્ડ સામે રાખેલ છે.આ ગોષ્ઠી માં વક્તા તરીકે વિધાભારતી દ્વારકા વિભાગના મંત્રી સુનિલભાઈ પરમાર ઉપસ્થિત રહેશે તેમ સંસ્કૃત ભારતી મોરબી જીલ્લા સંયોજક કિશોરભાઈ શુક્લની યાદીમાં જણાવ્યું છે.