ફલાઇંગ સ્કવોડનાં સભ્યોને સ્પેશીયલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના પાવર એલોટ કરાયા

મોરબી જિલ્લામાં આગામી તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી અન્વયે જિલ્લાની ૬૫-મોરબી,૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે. આ ચુંટણીઓ નિષ્પક્ષ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વિધાનસભા મતદાર વિભાગોમાં સ્ટેટીક સર્વેલન્સ અને ફલાઇંગ સ્કવોડ ટીમની કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા રચના કરવામાં આવેલ છે. જયારે ફલાઇંગ સ્કવોડ ટીમમાં પોલીસ સાથે અન્ય ખાતાઓના મેજીસ્ટ્રેરીયલ પાવર ધરાવતા ન હોય તેવા અધિકારી/કર્મચારીઓને ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૨૧ હેઠળ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની સત્તાઓ એનાયત કરવામાં આવેલ છે. આ સત્તાઓ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મોરબી દ્વારા તા.૨૫/૧૦/૨૦૧૭ થી તા.૨૦/૧૨/ ૨૦૧૭ સુધી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી નિયુકિત કરાયેલ છે.
આ ફલાઇંગ સ્કવોડમાં અધિકારી/કર્મચારીઓને અપાયેલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની અપાયેલ સત્તાઓમાં ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગમાં વાણિજય વેરા અધિકારી હઠીલા જશવંત સોમાભાઇ, વાણિજય વેરા અધિકારી ખોજા અઝહર શેરઅલી, આસી.ઇજનેર ડોડીયા ચેતન લક્ષ્મણભાઇ, ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગમાં વાણીજય વેરા અધિકારી કચેરી મોરબીના સીની.ઇસ્પેકટર આર.ટી.મારવાણીયા, વાણિજય વેરા અધિકારીકાવડીયા દેવજીભાઇ એમ., અધિક મદદ.ઇજનેર જે.જે.પદવાણી અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં પાણી પુરવઠા બોર્ડ વાંકાનેરના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.ચૌહાણ, પી.જી.વી.સી.એલ.વિભાગીય કચેરી વાંકાનેરના અધિક્ષક હિસાબનીશ એમ.એચ.તાવીયાડ અને સરકારી ઇજનેરીકોલેજ રાજકોટના પ્રાધ્યાપક આર.એલ.પટેલ વિગેરેનો સમાવેશ થાય છે.

Comments
Loading...
WhatsApp chat