Billboard ad 1150*250 Billboard ad 1150*250

રોયલ રઘુવંશી ગ્રુપ મોરબી દ્વારા જલારામ જયંતિની અનોખી ઉજવણીનું આયોજન

આગામી 14 તારીખે પૂજ્ય જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે અમારા ગૃપ દ્વારા આ ઉત્સવની જલારામ બાપાના આપેલ જીવનસૂત્ર “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો”ને ચરિતાર્થ કરવા ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરેલ છે એ અંતર્ગત રોયલ રઘુવંશી ગૃપના સભ્યો દ્વારા જલારામ જયંતિના દિવસે આખો દિવસ સ્વેચ્છાએ રજા રાખી મોરબીના અલગ અલગ ઝુપડપટ્ટી વિસ્તારમાં 1000થી વધુ લોકોને ભાવપૂર્વક કઢી-ખિચડી જમાડવામાં આવશે.
પૂજ્ય જલારામ બાપાના વંશજ હોવાના નાતે આપણને જલારામ જયંતિ ઉજવવાનો ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે. આપ પણ અમારા આ સત્કાર્યમાં સહભાગી બની શકો છો. કઢી-ખિચડીનું વિતરણ રોયલ રઘુવંશી ગૃપ તરફથી થઈ રહ્યું છે ત્યારે સાથે *રોટલા* તેમજ *બુંદી ગાંઠિયા* પણ ગરીબોને જમાડવામાં આવશે. જે સમાજના તમામ લોકો પાસેથી એકત્રિત કરવામાં આવશે. મોરબીના દરેક લોકો આમાં સહભાગી બને તેમજ દરેક પરિવારોને આ અનેરો લાભ મળે એવું અમે ઈચ્છીએ છીએ. તો આપ ઘરે બનાવેલ *બાજરાના રોટલા* (વધુમાં વધુ 5 રોટલા) અથવા *બુંદી-ગાંઠિયા* (યથાશક્તિ) અમને આપી શકો છો. શક્ય હોય ત્યાં સુધી રોટલા વિતરણના દિવસે એટલે કે 14 તારીખે જ તાજા બનાવીને જમા કરાવવા વિનંતી આપસૌનો સહયોગ મળશે તો સોનામાં સુગંધ ભળશે. આશા રાખીએ છીએ કે આપ આ ભવ્ય ભગીરથ કાર્યમાં જોડાશો તેમજ ખુલ્લા હાથે અને ઉદાર દિલે સહયોગ આપશો.

તારીખ – 13/11/18ને મંગળવારે સાંજે 4 થી 8
તેમજ
તારીખ – 14/11/18ને બુધવારે સવારે 8.30 થી 12 સુધીમાં આપ નીચેના સ્થળોએ રોટલા અથવા બુંદી-ગાંઠીયા જમા કરાવી શકસો.

રીસીવિંગ સેન્ટરની યાદી…

1. જે.પી.સેજપાલ & એશોસિએટ્સ
સરનામું – રજની પ્લાઝા,બીજો માળ, જી.આઈ.ડી.સી મેઈન રોડની સામે, શનાળા રોડ,મોરબી.
મો. 99785 67814

2. ખુશ આઈસક્રિમ પાર્લર
સરનામું – રાજકોટ નાગરિક બેંકની સામે, રવાપર રોડ, મોરબી.
મો. 75750 24773

3. ભોજાણી સ્ટોર
સરનામું – પરા બજાર, મેઈન રોડ, નહેરુ ગેટ પાસે, મોરબી.
મો. 99047 46656

4. શ્રીશિવ કોર્પોરેશન
સરનામું – હરીરસ કોમ્પલેક્ષ, એક્ષિસ બેંકની સામે, જુના મહાજન ચોક, મોરબી.
મો. 98255 04506

5. શુભ મેચિંગ સેન્ટર
સરનામું – ગેંડા સર્કલ પાસે, રોયલ ચેમ્બર, જૈનિશ સ્ટોરની નીચે, મોરબી-2
મો. 99098 54475

(ખાસ નોંધ – રોકડ રકમના અસ્વિકારને ક્ષમ્ય ગણશો?)

Comments
Loading...
WhatsApp chat