Billboard ad 1150*250

મોરબીમાં આવતીકાલે સાંસદ વિનોદ ચાવડાનો વિશિષ્ટ અભિવાદન સમારોહ

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        કચ્છ-મોરબી લોકસભા મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા સતત બીજી વખત જંગી લીડથી વિજેતા બનતા તેમજ મોરબી પંથકમાં મતદારોનું પણ અમુલ્ય યોગદાન રહેતા મોરબી પંથકમાં તેમને સત્કારવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે બુધવારે સાંજે ૫ કલાકે ઉમા ટાઉનશીપ મોરબી ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાશે

Post ad 3

        આ સમારોહમાં વિવિધ પંથકના વિવિધ જ્ઞાતિ-સમાજ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ, વિવિધ એસોસીએશન સહીતન ભાજપ અગ્રણીઓ, કાર્યકરો સહિતના વિશાલ સંખ્યામાં લોકો જોડાશે અને સાંસદ વિનોદભાઈને સન્માનિત કરશે સરળ વ્યક્તિત્વ ધરાવતા યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા ગત લોકસભા ચુંટણીમાં કચ્છની સીટ પરથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ મોરબી પંથકના મતદારોનું ઋણ અદા કરવા તેમજ જરૂરી પ્રશ્નો સંભાળવા માટે અને વિકાસ કામો કરવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને વર્ષ ૨૦૧૪ માં ૨ લાખથી વધુ મતોની સરસાઈથી વિજેતા બન્યા બાદ વર્ષ ૨૦૧૯ ની ચુંટણીમાં ૩ લાખથી વધારે લીડથી જીત મેળવી છે

        કચ્છના ભાજપના લોકસભા ઉમેદવારને મોરબી પંથકમાંથી હજારો મતોની લીડ અપાવનાર મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ભાજપ કાર્યકરોએ આ વખતે પણ વિનોદભાઈને મોરબી પંથકમાંથી ૪૮૦૦૦ થી વધારે મતોની સરસાઈ અપાવી તેના જવલંત વિજયના સહભાગી બન્યા હતા આ તકે સાંસદ પણ તમામનો આભાર વ્યક્ત કરશે સમારોહમાં શક્તિ કેન્દ્રોમાંથી ૩૦૦૦ થી વધારે સરસાઈ તથા જે બુથમાંથી થયેલા મતદાનમાંથી ૮૦ ટકાથી વધારે મત ભાજપને મળેલ હશે તે બુથના પ્રમુખ-ઇન્ચાર્જનું પણ બહુમાન કરવામાં આવશે

        મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા તથા ચારેય મંડળોના પ્રમુખની યાદીમાં જણાવ્યું છે કે આયોજનને યાદગાર બનાવવા ભાજપ અગ્રણી જે પી જેસ્વાણી સહિતના આગેવાનો અને કાર્યકરોની ફોજ જહેમત ઉઠાવી રહી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat