ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ માટેલ દર્શન કર્યા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રમણલાલ વોરા આજે મોરબી જિલ્લાના વાકાનેર તાલુકામાં આવેલ આસ્થાના પ્રતિક એવા માટેલ ખોડીયાર મંદિર ખાતે આવી પહોચ્યા હતા. અધ્યક્ષશ્રી રમણલાલ વોરાએ માટેલના પ્રસિદ્ધ ખોડિયાર મંદિરની મુલાકાત લઈ ખોડિયાર માતાજીના દર્શન પુજન આરતી કરી સર્વે લોકોના સુખની મનોકામના કરી હતી. અધ્યક્ષશ્રી રમણલાલ વોરાને ખોડીયાર મંદિરના મુખ્ય પુજારી શ્રી જગદીશબાપુ તથા શ્રી અશોકભાઈ એ મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરાવી હતી અધ્યક્ષશ્રીએ દર્શન પૂજન બાદ માની આરતી કરી હતી જિલ્લા કલેકટરશ્રીઆઈ.કે.પટેલ પણ અર્ચન પૂજન આરતીમાં સાથે રહ્યા હતા.

અધ્યક્ષશ્રી વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માટેલ માં ખોડીયાર ના દર્શનાર્થે ઘણા મોટા પ્રમાણમાં આસ્થાળુઓ આવે છે. સરકાર તીર્થધામો અને પ્રવાસના સ્થળ વિકાસ માટે તથા યાત્રાળુઓની સુવિધા માટે પુરતા નાણા ફાળવી રહી છે ત્યારે અહી આવતા દર્શનાર્થિઓ માટેની સુવિધામાં વધારો થાય તેવા કામો થાય તે જરૂરી છે. તેમ તેમણે જણાવ્યું હતું મંદિરના મુખ્ય મહંત રણછોડદાસ બાપુએ માતાજીના મંદિરે આવતા દર્શનાર્થીઓને મળતી સુવિધાઓ અંગે અધ્યક્ષશ્રીને જાણકારી આપી હતી.આ પ્રસંગે વાકાનેર પ્રાંત અધિકારી શ્રી જિજ્ઞાશાબેન ગઢવી, મામલતદાર શ્રી એ.કે.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat