વાંકાનેરમ વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીના માળાનું વિતરણ કરાયું

વાંકાનેર કે. કે. શાહ માઘ્યમિક વિઘાલય ખાતે તા.૨૦ ને મંગળવારના રોજ વિશ્ર્વ ચકલી દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પર્યાવરણ સુરક્ષા વિષય પર અધારિત પરીક્ષા અને તેમાં પ્રતિભાગી દરેકને પક્ષીના પાણીના પરબ, ચકલીનાં માળા અને ચબૂતરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ દરેક વિઘાર્થીઓએ પર્યાવરણ બચાવવા નો, પાણી બચાવવા વૃક્ષ જતનનો સંકલ્પ લીધો.

વિઘાર્થીઓને પ્રાણીઓ પક્ષીઓ તેમજ પર્યાવરણ પ્રત્યે પ્રેમ ઉત્પન થાય અને જેના દ્વારા સમાજ સુધી આ સંદેશ પહોંચે તેવા ઉમદા હેતુથી મનસુખભાઇ પ્રજાપતિ દ્વારા વિઘાલયના દરેક વિઘાર્થીઓને માટીના પક્ષીના પાણીના પરબ આપવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજનમાં વિઘાલયના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી.

Comments
Loading...
WhatsApp chat