



ગુજરાત સરકારના રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહીવટી તંત્ર-મોરબીના સક્રિય સહયોગથી દિવ્યાંગ ખેલાડીઓ માટે અનુક્રમે માનસિક ક્ષતિગ્રસ્ત (એમ.આર.), શારિરીક ક્ષતિવાળા (ઓ.એચ.),અંધજન (બ્લાઇન્ડ) અને શ્રવણમંદ ક્ષતિવાળા (બહેરા) દિવ્યાંગ ખેલાડીઓ માટે ’’સ્પે.એલ મહાકુંભ-૨૦૧૮’’ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન, સંચાલન, વિવિધ વયજૂથના દિવ્યાંગ ખેલાડીઓ ભાઇઓ-બહેનો માટે આગામી ઓકટોબર-૨૦૧૮ ના અંતિમ સપ્તાહમાં હાથ ધરવામાં આવનાર છે.
આ ’’સ્પે.ખેલ મહાકુંભ-૨૦૧૮’’ માં ભાગ લેવા ઇચ્છુક શહેર અને જિલ્લાની માનસિક ક્ષતિગ્રસ્તસંસ્થા, શારિરીક ક્ષતિગ્રસ્ત સંસ્થા, અંધજન સંસ્થા અને શ્રવણ મંદ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/ શાળાઓ તેમજ ઉપરયુકત ક્ષતિ ધરાવતા જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઇઓ/ બહેનોએ ’’સ્પે.એલ મહાકુંભ’’ની વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, હંન્ટર ટ્રેનીંગ કોલેજ છાત્રાલય, શકિત ચોક, ગેસ્ટ હાઉસ રોડ,મોરબી ફોન-ફેકસ નં. (૦૨૮૨૨) ૨૨૭૮૪૪ ખાતે સંપર્ક સાધી જરૂરી પ્રવેશ ફોર્મ મેળવી અને જમા કરાવવી આપવાના રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.



