Billboard ad 1150*250

મહિલાને દાગીના બતાવવા સોની વેપારીને મોંધા પડ્યા, જાણો એવું તો શું થયું ?

0 396
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વાંકાનેરની ચાવડી મેઈન બજારમાં આવેલ પારેખ જવેલર્સ નામની દુકાનમાંથી સવારના સુમારે દાગીના  જોવાનું કહીને દુકાનદારની નજર ચૂકવી ૮૦ થી ૮૪ નંગ સોનાના દાણા એક અજાણી મહિલા લઇ ગઈ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.ધોળા દિવસે મેઈન બજાર વિસ્તારમાં આ ધટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

મળતી વિગત મુજબ વાંકાનેર દરબાર ગઢ શુક્લ શેરીમાં રહેતા અને ચાવડી મેઈન બજારમાં આવેલ પારેખ જવેલર્સ નમણી દુકાન ધરાવતા હસમુખભાઈ જમનાદાસ પારેખએ ગત તા.૩ ના રોજ સવારના સુમારે તેની દુકાન ખોલેલ હોય તે વખતે એક અજાણી ૩૦ થી ૩૫ વર્ષની સ્ત્રીએ દુકાનમાં આવીને સોના-ચાંદીના દાગીના જોવા માગીને ફરિયાદી હસમુખભાઈની નજર ચૂકવી નાકમાં પહેરવાના દાણા ભરેલ બોક્સ સોનાના દાણા આશરે ૮૦ થી ૮૪ નંગ કીમત રૂ.૭૫,૦૦૦ ની ચોરી કરી લઇ જતી રહેલ હોય જે મામલે હસમુખભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat