


મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત ગીત ગુંજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના છાત્રોએ ભાગ લઈને ભજન, લોકગીત, દુહા છંદ અને ફિલ્મી ગીતો ગાઈને સુરો રેલાવ્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના છાત્રો હર્ષ વ્યાસ, રતન અંજના, સંદીપ જોશી, રજપૂત સ્વાતી, ઝાલા દિવ્યાબા, કુંભરવાડિયા શ્રદ્ધા, પોપટ રૂપલ, હડિયલ રસીલા, ચાવડા દક્ષા, મકવાણા સરિકા, જારીયા હીરાભાઈ સહિતનાએ ભાગ લીધો હતો અને કાર્યક્રમના અંતમાં આભાર દર્શન પ્રો. દંગી દ્વારા કરાયુ હતુ.તેમજ કાર્યક્રમ ગીત ધારાના કો ઓર્ડીનેટર પ્રો. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.