જાલી નોટકાંડ : એસઓજી ટીમે કચ્છમાં દરોડા કરી મુદામાલ કબજે લીધો

મોરબી એલસીબી ટીમે ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવતા માળિયા ફાટક નજીકથી પસાર થતા આરોપી હર્ષદભાઈ રજનીકાન્તભાઈ દીવાણી રહે. વાવડી રોડ મોરબી, ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી રહે. ભારાપર તા. અબડાસા જી ભુજ, મયુર હરિપ્રસાદ નિમાવત રહે. રીલીફનગર મોરબી અને ઇમરાન કરીમ સંધવાણી રહે. જુના દેવળિયા તા. હળવદ વાળાને ઝડપી લઈને તેની પાસે રહેલી ભારતીય બનાવટની જાલી ચલણી નોટો ૨૦૦૦ ના દરની ૧૩૮ નંગ રૂ. ૨,૭૬,૦૦૦ , ૫૦૦ ના દરની નોટ નંગ ૪૮૨ રૂ. ૨,૪૧,૦૦૦ અને ૧૦૦ ના દરની ૮૩ નોટ રૂ. ૮૩૦૦ મળીને કુલ ૭૦૩ નંગ નોટ રૂ. ૫,૨૫,૩૦૦ નો મુદામાલ ઝડપી લેવામાં સફળતા મળી છે. જે જાલી નોટકાંડ મામલે વધુ તપાસ એસઓજી ટીમને સોપવામાં આવી હોય, એસઓજી ટીમે ચારેય આરોપીને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા ચારેય આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તો આરોપીની પૂછપરછમાં ચોકાવનારો ખુલાસો થયો છે કે પહેરેલ કપડાવાળા લોકોને નિવસ્ત્ર નિહાળવાના ચશ્માની ખરીદી કરવામાં તેમના પર દેવું વધી જતા નકલી નોટો બનાવવાનું નક્કી કરાયું હતું. તેમજ એસઓજી ટીમે જુદી જુદી ટીમોની રચના કરીને વધુ તપાસ ચલાવી છે. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરીને જાલી નોટકાંડમાં વપરાયેલા સાધનો જપ્ત કરવાની તજવીજ એસઓજી ટીમે આદરી હતી. જેમાં એસઓજી ટીમના પી.આઈ. સલીમ સાટીની આગેવાની હેઠળની ટીમે મુખ્ય આરોપી ગોવિંદ હરજીભાઈ મહેશ્વરી રહે. ભારાપર તા. અબડાસા વાળાના સ્ટુડિયોએ દરોડા કાર્યવાહી કરીને જેની મદદથી આરોપીઓએ નકલી નોટો બનાવી હતી તે સ્કેનર, સીપીયુ અને મોનીટર સહિતનો મુદામાલ કબજે કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat