


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીએસઆઈ આર.ટી. વ્યાસની ટીમ આજે મોરબી જેતપર રોડ પરના રંગપર નજીક પેટ્રોલિંગમાં હતી ત્યારે ૪ થી ૬ ટન કેપેસીટી વાળા ટાંકા ફીટ કરેલી મેટાડોર નં જીજે ૧૦ યુ ૫૧૪૭ ના ચાલક રાજેશભાઈ અરજણભાઈ કરોતરા રહે. કુંભારપરા વાંકાનેર, મેટાડોર નં જીજે ૩ એક્સ ૩૩૩૩ ના ચાલક રમેશભાઈ કરમણભાઈ ભાંગરા રહે. નેસડા તા. ટંકારા અને મેટાડોર નં જીજે ૩ વાય ૬૩૯૨ ના ચાલક ઉમેશભાઈ માધાભાઈ કરોતરા રહે. નેસડા તા. ટંકારા એ ત્રણેય વાહનચાલકોની પૂછપરછ કરતા આ મેટાડોર સિરામિક કારખાનાના ગેસીફાયર (કોલગેસ) માંથી નીકળતા ગંદા કચરા ડામરને ગેરકાયદેસર રીતે પરિવહન કરીને નિકાલ કરતા હોવાનું જણાવતા ત્રણેય વાહનો ડીટેઈન કરી આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી મોરબીને રીપોર્ટ કરી યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હોવાનું એસઓજી ટીમે જણાવ્યું છે.

