

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની કરેલી જાહેરાત બાદ આજે ખરીદીના પ્રથમ દિવસે જ મોરબી માર્કેટિંગ યાર્ડમાં હોબાળો થયો હતો અને સેમ્પલ લેવા માટે મગફળીના ઢગલા કરવાના આગ્રહથી ખેડૂતો રોષે ભરાતા હંગામો કર્યો હતો અને મગફળી વેચ્યા વિના જ પરત ફર્યા હતા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ૧૦૦૦ રૂ મણના ભાવથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટેના રજીસ્ટ્રેશન બાદ આજે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત થઇ હતી જોકે ગત વર્ષના મગફળી કોભાંડમાં ગુણીમાંથી માટીના ઢેફા જ નીકળતા આ વર્ષે ક્વોલીટી માટે ખાસ તકેદારી રાખવાની સુચના અન્વયે મગફળી ઉચ્ચ ક્વોલીટીની હોય અને ૬૫ થી ૭૦ નો ઉતારો હોય તેમજ કચરો ના હોય તેવી મગફળી ખરીદવાના નિયમને પગલે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો
તેમજ સેમ્પલ લેવા માટે મગફળીનો ઢગલો કરવાનો જ આગ્રહ રાખવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો મગફળી ટ્રેક્ટરમાંથી ઢગલો કરે પરંતુ બાદમાં જો ખરીદવામાં ના આવે તો માલ ભરવાની મજુરી કોણ ચુકવે સહિતના પ્રશ્નો ખેડૂતોને કોરી ખાતા હોય જેથી હોબાળો મચ્યો હતો અને આજે માગ્ફળી વેચવાને બદલે ખેડૂતો પરત ફર્યા હતા જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો