


મોરબીના ઇન્દિરા નગરમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં દીકરાની ઉમર પુરતી હોય જેની જાણ સમાજ સુરક્ષા ટીમને થતા તેને તુરંત જ જઈને બાળ લગ્ન થતા હોવાથી તેને અટકાવીને દીકરાને રાજકોટ ખાતે સ્પેશીયલ હોમ ફોર બોયઝમાં રાખવામાં આવ્યો છે.
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તા. ૦૬/૦૫/૨૦૧૮ ના એક બાળલગ્ન ની ફરીયાદ ના આધારે સમાજ સુરક્ષા ટીમ મોરબી તેમજ બી.ડીવીઝન મોરબી પોલીસ દ્વારા ઈન્દીરા નગર વિસ્તાર, મહેંદ્રનગર ગામ પાછળ ના ભાગમા મોરબી ૨ મા રહેતા ના દિકરા ના લગ્ન સામે પક્ષ (દિકરી પક્ષ) ભચાઉ – જિ. કચ્છ ખાતે તા. ૦૭/૦૫/૨૦૧૮ ના લગ્ન યોજીત હોય, જેની માહીતી મોરબી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિહ વી. ઝાલા ને મળતા તાત્કાલીક મોરબી જિલ્લા પ્રોબેશન ઓફીસર એસ.વી. રાઠોડ ને જાણ કરતા તેમની ટીમ ના સભ્ય સમીરભાઈ લધડ તેમજ રંજનબેન મકવાણા તેમજ બી. ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા તા. ૦૬/૦૫/૨૦૧૮ ને રવિવારે, લગ્ન ના એક દીવસ પહેલા ઈન્દીરા નગર વિસ્તાર, મહેંદ્રનગર ગામ પાછળ ના ભાગમા મોરબી ૨ મા તપાસ કરતા ત્યા લગ્ન નૂ આયોજન હોય
તેમજ દિકરાનુ ફુલેકુ યોજાવાની તૈયારી આરંભતા હોય ત્યા જ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી ની ટીમ દ્વારા લગ્ન અટકવવા તેમજ તેને લગતી જરૂરી કાર્યવાહી મા દિકરા ની ઉમર ૧૮ વર્ષ ની આશરે હોય તેવુ દિકરા તેમજ તેના વાલી પાસે થી જાણવા મળેલ હોય, આથી સમાજ સુરક્ષા ટીમ મોરબી ના પ્રોબેશન ઓફીસર સુનિલ વી. રાઠોડ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ આ લગ્ન, બાળલગ્ન હોય તેની જાણ દિકરાના વાલી તેના સગા સંબંધી તેમજ ગામના લોકો ને આપી હતી તેમજ બાળ લગ્ન ના ગુનાની ગંભિરતા વિશે પણ દરેક લોકો ને માહીતગાર કરેલ, ઉપરાંત દિકરા ને હાલ તેના વાલી પાસે રાખવાથી બાળ લગ્ન થવાની ભિતી હોય,
જેથી ટીમ ના અન્ય સભ્યો તેમજ બી. ડિવિઝન પોલીસ સાથે રાખી દિકરા ને રેસ્કુય કરી સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત સ્પેશિયલ હોમ ફોર બોઈઝ – રાજકોટ મા મુકવામા આવેલ છે, અને લગ્ન ની તારીખ વિતિ જાય ત્યા સુધી સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત સ્પેશિયલ હોમ ફોર બોઈઝ – રાજકોટ મા રાખવામા આવશે. આ બાળલગ્ન અટકાવવા મા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વી. ઝાલા ની આગેવાની મા સમાજ સુરક્ષા ટીમ મોરબી ના એસ.વી.રાઠોડ (પી.ઓ), બાળ સુરક્ષા એકમ ની ટીમ ના સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા, દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.

