


ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા ખરાવાડમાં ખેડૂતોને સરકારી જમીનમાં પેશકદમી કરી વાડા અને ઉકરડા બનાવવામાં આવ્યા હોય અને બાદમાં રબારી સમાજ દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હોય જેથી ગ્રામ પંચાયતની બેઠકમાં રબારી સમાજનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ખરાવાડમાં રબારી સમજે વાડા અને ઉકરડા બનાવી દીધા હોય અને આ જગ્યામાં પેશકદમી કરવાની હિલચાલ કરવામાં આવતી હોય જેનો પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગત સપ્તાહે વિરોધને પગલેં રબારી સમાજ દ્વારા આ અંગે કોર્ટ કેસ કર્યો હોય જેથી પાટીદાર સમાજ નારાજ થયો હતો તેમજ ગ્રામસભાની બેઠકમાં આ બાબતે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાટીદાર ઉપરાંત દરબાર, ખવાસ સહિતના સમાજ દ્વારા રબારી સમાજના પગલાને વખોડી કાઢવામાં આવ્યું હતું અને સૌ સમાજે સાથે મળીને રબારી સમાજનો સામાજિક બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે
જેથી જ્યાં સુધી મૂળ માલિકને વાડા પરત નહિ મળે ત્યાં સુધી કોઈ પણ ગ્રામજન રબારી સમાજ સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશે નહિ જેથી હવે અન્ય સમાજ રબારી સમાજ પાસેથી દૂધ ના લેવું, હોટલે ચા ના પીવી, તેના છકડા રીક્ષામાં ના બેસવું, ખેતરમાં ઢોર ઢાખર પ્રવેશવા ના દેવા, તેમણે દુકાન પર કરિયાણું ના આપવું તેમજ તેણે લગ્ન પ્રસંગમાં આમંત્રણ ના આપવું અને કોઈ જાતનો વ્યવહાર કરવો નહિ.
આજે આ બાબતે રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર દ્વારા પંચ રોજકામ કરવામાં આવ્યું હતું તેમ પણ ગામના સરપંચ મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું તો સામાજિક બહિષ્કાર બાદ રબારી સમાજ સાથે વ્યવહાર કરનાર સામે દંડની પણ જોગવાઈ કરાઈ છે.

