ગરબીમાં સામાજિક જાગૃતિ સંદેશ, ૩૧ યુવાનોએ વ્યસનમુક્તિના સંક્લ્પ લીધા

આજે ભારત દેશ વિશ્વભરમાં યુવાન દેશ તરીકે ઓળખાય છે જેની ૬૫ ટકા વસ્તી યુવાનોની છે જે દેશના ભવિષ્ય માટે ઉત્તમ ગણી સકાય. જોકે આજના યુવાનો વ્યસનના રવાડે ચડી ને યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ધાર્મિક મહોત્સવમાં સામાજિક જાગૃતિનો સંદેશ લાવવાનું કાર્ય મોરબીમાં કરવામાં આવ્યું હતું મોરબી ખાતે આયોજિત ગરબીમાં યુવાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

યુવાનોને વ્યસનમુક્ત બનાવવા આજે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો કાર્યરત છે ત્યારે મોરબીના સતવારા સમાજના યુવાન ગણેશભાઈ નકુમે યુવાનોને વ્યસનમુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.બોખાની વાડી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં છેલ્લા નોરતે માતાજીની સાક્ષીમાં હાથમાં ગંગાજી લઈને વ્યસનમુક્તિ શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાડી વિસ્તાર સહિતના યુવાનો મળીને કુલ ૩૧ યુવાનોએ હાથમાં ગંગાજી લઈને વ્યસનમુક્ત બનવા પાણી મુક્યું હતુ. ૩૧ યુવાનોએ તમાકુ, માવા અને બીડી-સિગારેટ સહિતના વ્યસનને તિલાંજલિ આપી હતી. માં જગદંબાની આરાધના સાથે યુવાનોએ વ્યસન મુક્ત બનીને નવજીવનની શરૂઆત કરી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat