મોરબીમાં આયોજિત રક્તદાન કેમ્પમાં જલારામ સેવા મંડળ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરાશે

 

મોરબીમાં સ્વ. ઉમેદસિંહ ઝાલાના સ્મરણાર્થે યોજાનાર રક્તદાન કેમ્પમા મોરબી જલારામ સેવા મંડળ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે

શ્રી જલારામ સેવા મંડળના સહયોગી એવા સ્વ.ઉમેદસિંહ ઝાલાના સ્મરણાર્થે સામાકાંઠે, કુળદેવી પાન વાળી શેરી ખાતે રક્તદાન કેમ્પનુ આયોજન ઝાલા પરિવાર દ્વારા કરવામા આવ્યું છે ત્યારે મોરબી જલારામ સેવા મંડળના અગ્રણીઓએ સ્વ. ઉમેદસિંહને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે રક્તદાતાઓ સહીત દરેક માટે સવારથી જ અલ્પાહારની વ્યવસ્થા કરવામા આવશે તેમજ સંસ્થા પ્રમુખ નીર્મીતભાઈ કક્કડે જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat