Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના ચરાડવા ગામના મહાકાળી આશ્રમમાં તસ્કરો ત્રાટક્યા, રોકડની ચોરી

 

મોરબી જીલ્લામાં ઠંડીનું જોર વધતા જ તસ્કરો પણ સક્રિય બન્યા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં ઘરફોડ ચોરી ઉપરાંત મંદિર અને આશ્રમને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે જેમાં ચરાડવા નજીકના મહાકાલી આશ્રમમાં ત્રાટકીને તસ્કરો રોકડ રકમની ચોરી કરી ગયા છે

હળવદના ચરાડવા ગામના મહાકાલી આશ્રમમાં મકરસંક્રાતિની રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીના અંજામ આપ્યો હતો જે બનાવ મામલે ચરાડવા ગામના વનરાજભાઈ પઢીયાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યો ઇસમ ગત તા. ૧૪ ના રાત્રીના સમયે ચરાડવા પાસેના મહાકાલી આશ્રમમાં પ્રવેશ કરીને મંદિરમાં રહેલ દાનપેટી લઇ જતો રહ્યો છે જેમાં અંદાજે ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની રોકડ પડી હોય જે ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat