Billboard ad 1150*250

હળવદના વેપારીના બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧૪ લાખના દાગીના ચોરી ગયા

0 94
Post ad 1

.હળવદ ગિરનારી નગરમાં ૧૪ લાખની ચોરી
રજા હોવાથી પોતાના વતને ગયા હતા પરત ફરતાં જોયું તો ઘરમાં ચોરી

Post ad 3

હળવદ ના ગિરનારી નગર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ઘનશ્યામભાઇ ચૌહાણ દલવાડી, સ્કૂલમાં રજા હોવાથી પોતાના ગામ રાયસંગપર મુકામે રવિવારે સાંજે પાંચ વાગે ગયા હતા ત્યારે આ તકનો લાભ લઇને વાડીના પાછળના ભાગેથી અંધારાનો પૂરેપૂરો લાભ લઈને કોઈ અજાણ્યા શખ્શો ઘરમાં પ્રવેશ કરીને તેજોરી માંથી તોલા સોનાના ઘરેણા કિંમત રૂ ૧૪ લાખની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે
સોમવારે સાંજે પરત આવતા તાળું તોડીને ઘરમાં જોતાં ઘરની તમામ વસ્તુ વેરવિખેર હાલતમાં પડી હતી અને તેણે તે જોયો ખુલી હતી જેમાંથી 62 તોલા સોનાના દાગીના લઇને તસ્કરો ફરાર થઈ ગયા છે

પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ભકિતનંદ ટેડીગં ની દુકાન ધરાવે છે અને હળવદની બાજુમાં આવેલા રાયસંગપૂરમાં ખેતી ધરાવે છે રજા હોવાથી પોતાના ઘરે રાયસંગપરગયા હતા જેનો તસ્કરોએ લાભ લીધો હતો ઘટનાની જાણ થતા હળવદ પીઆઇ એમ આર સોલંકી તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat