હળવદના સરકારી દવાખાના પાછળ બંધ મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

 

હળવદ શહેરના સરકારી દવાખાના વાળી ગલીમાં સિધ્ધેશ્વર મંદિરની પાછળ બંધ મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરકારી દવાખાના પાછળ સિધ્ધેશ્વર મંદિર પાછળ આવેલ બંધ મકાનમાં આરોપી જયકુમાર કિશોરભાઈ ઠક્કરના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી જેથી ટીમે દરોડો કરતા જુગાર રમતા જય કિશોરભાઈ ઠક્કર, પંકજ મનહરભાઈ અનડકટ, લાલજી હંસરાજભાઈ ખાવડીયા, લાલજી બનુંભાઈ રાઠોડ, હરીશ કાંતિલાલ ઠક્કર અને સુનીલ હિમતભાઈ મેર એમ છ ઇસમોને ઝડપી લીધા હતા

અને રોકડ રકમ રૂ ૧,૦૮,૩૦૦ તેમજ મોબાઈલ નંગ ૦૪ કીમત રૂ ૮૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૬,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

જે કામગીરીમાં હળવદ પીઆઈ એમ વી પટેલ, આર એમ ઝાલા, કે એમ સોલગામા, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર, રણજીતસિંહ અરજણભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat