

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ શકુનીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ૧.૬૫ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા હિરેનભાઈ રાજાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા હિરેનભાઇ ઉફેં હિરાલાલ રાજાભાઇ સવસેટા, ભરતભાઇ ઉર્ફે ભુપતભાઇ બચુભાઇ વડાવીયા, પ્રવિણભાઇ વાઘજીભાઇ વડાવીયા, દેવાભાઇ ઉર્ફે દેવજીભાઇ આયદાનભાઇ સવસેટા, હરીભાઇ ઉર્ફે હિરાલાલ નરભેરામભાઇ વડાવીયા અને દેવદાનભાઇ મુળુભાઇ ડાંગરને રોકડ રકમ રૂ.૧,૬૫,૨૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



