વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં એકીસાથે છ દુકાનના તાળા તૂટ્યા, વેપારીઓમાં ફફડાટ

તસ્કર ટોળકી સક્રિય, જોકે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નહિ

મોરબી જીલ્લામાં વાહનચોર ગેંગ અને ઘરફોડ ચોરી કરતી ટોળકી સક્રિય થઇ હોય જેમાં એક દિવસ પૂર્વે મોરબી બાદ હવે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એકીસાથે છ દુકાનના તાળા તોડી રોકડ રકમની ચોરી કરવામાં આવી છે

વાંકાનેરના માર્કેટિંગ યાર્ડમાં ગત રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને યાર્ડમાં આવેલી પટેલ એન્ડ ટ્રેડીંગ, અવ્વલ ટ્રેડર્સ, ઉમિયા ટ્રેડીંગ, ડાયમંડ ટ્રેડર્સ, રીઝવાન ટ્રેડર્સ અને આશિષ ટ્રેડર્સ એમ છ દુકાનના તાળા તોડ્યા હતા જેમાં ડાયમંડ ટ્રેડર્સમાંથી ૮૫૦૦ અને રીઝવાન ટ્રેડર્સમાંથી ૨૮૦૦૦ ની રોકડ રકમ ચોરી થયાની માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

તો યાર્ડમાં કહેવા માટે તો સીસીટીવી કેમેરા લગાવ્યા છે પરંતુ તપાસ કરતા કેમેરા શોભાના ગાંઠિયા સમાન બંધ જોવા મળ્યા હતા તો બનાવ અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી આગલા દિવસે મોરબીના શોભેશ્વર રોડ પર ચોરીના બનાવ બાદ ફરિયાદ ના થઇ હતી તો યાર્ડમાં એકીસાથે છ દુકાનના તાળા તૂટ્યા છતાં પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી

Comments
Loading...
WhatsApp chat