Billboard ad 1150*250 Billboard ad 1150*250

લાલપર નજીક દુકાનમાં જુગાર રમતા છ શકુનીઓ ઝડપાયા

મોરબીના લાલપર ગામે દુકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડતા અર્ધો ડઝન પતાપ્રેમીઓને રૂપિયા ૮૪ હજાર થી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા

મોરબીના જિલ્લા પોલીસ વડા જ્યાપલસિંહ રાઠોર એ તાલુકા પોલીસ વિસ્તારમાં જુગાર બદી નાબૂદ કરવા નાયબ પોલીસ વડાના બનો જોષી માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે લાલપર નજીક આવેલ રિયલ પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળ થર્ડ આઈ નામની દુકાનમાં દરોડો પાડતા અક્ષય સુરેશભાઈ પાચોટીયા, કલ્પેશ બેચરભાઈ પનારા, વિશાલ હસમુખભાઈ પટેલ, સારંગ સુરેશભાઇ ગાભવા , નરોત્તમ નાથાભાઇ કાસુંન્દ્રા અને મનોજ કાન્તિલાલ છીંકાણી સહિતના છ શખ્સો ને પતા ટીચતા ઝડપી લીધા હતા

જેની પાસેથી રૂપિયા ૮૪,૫૦૦ ની રોકડ જપ્ત કરી હતી જેમાં વધુ માં મળતી વિગત મુજબ અક્ષય પાચોટીયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો પોલીસ આ અંગે ગુનો નોંધી કેટલા સમયથી જુગાર રમતો અને બીજું કોઈ રમવા આવતો ક નહિ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat