ટંકારા નજીક કોલ્ડ સ્ટોરેજ ફેકટરીમાં જુગાર રમતા છ શખ્શો ૩.૦૯ લાખની મત્તા સાથે ઝડપાયા

ટંકારા નજીકની કોલ્ડ સ્ટોરેજ ફેકટરીમાં જુગારધામ પર દરોડો કરીને પોલીસે છ જુગારીઓને ઝડપી લઈને રોકડ તેમજ બે કાર સહીત ૩.૦૯ લાખની મત્તા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના છતર ગામના રહેવાસી ચેતનભાઈ રમેશભાઈ રંગાણીની મારૂતિ કોલ્ડ સ્ટોરેજ ફેક્ટરીની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ટંકારા પીએસઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે દરોડો કરતા જુગાર રમી રહેલા ચેતન રમેશ રંગાણી, કમલેશ છગન બોખરા, દેવાયાત ગેલાભાઈ બોરીચા, નવનીત જયંતીભાઈ સરસાવા, પરેશ હરીલાલ બાબરિયા અને મેહુલ ધનજીભાઈ છત્રોલા એમ છને ઝડપી લઈને રોકડ રકમ ૩૪,૨૪૦ ઉપરાંત સાત મોબાઈલ કીમત ૨૫,૦૦૦ અને ૨ કાર કીમત ૨.૫૦ લાખ મળીને કુલ ૩,૦૯,૨૪૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat