વાંકાનેરમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો રૂ. ૧.૦૯ લાખની રોકડ સાથે ઝડપાયા: એક ફરાર

વાંકાનેરનાં હસનપર ગામના સ્મશાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધા છે. પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. ૧,૦૯,૩૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે, જ્યારે પોલીસને જોઈને નાસી છૂટેલા એક શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વિગત મુજબ, વાંકાનેર સિટી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હસનપર ગામના સ્મશાન પાસે કેટલાક ઇસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડતા જુગાર રમતા વિપુલ ઠાકરશીભાઈ મિરાણી, કાનાભાઈ છેલાભાઈ સરૈયા, રમેશ ધીરૂભાઈ સાટકા, સુનિલ શંકરભાઈ સારલા, હર્ષદ છગનભાઈ સુસરા અને સાગર ઉર્ફે હડો ભૂપતભાઈ ધોળકીયા નામના છ શખ્સોને ઝડપી લીધા હતા. જો કે, પોલીસને જોઈને હકાભાઈ ઉર્ફે સિંધાભાઈ સતાભાઈ મુંધવા નામનો એક આરોપી સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જુગારના પાના અને રોકડા રૂ. ૧,૦૯,૩૩૦ નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.