Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમતાં છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ટંકારા તાલુકા ના કલ્યાણ પર આજે જાહેર માં હારજીતનો જુગાર રમતા છ શખ્શેને પોલીસ રોકડ રૂપિયા ૨૭,૨૧૦ સહિત ૧,૩૨,૨૧૦ ના મુદામાલ સાથે ઝડપી લીઘા છે અને તમામ જુગારીઓ સામે ઘોરણસર ની કાયૅવાહી પોલીસ હાથ ઘરી છે

જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાની સુચના ડીવાયએસપી બનો જોષીના માગૅદશન હેઠળ ટંકારા પીએસઆઇ એમ .ડી ચૌઘરી ની ટીમના પ્રફુલકુમાર જેઠાભાઇ, વિક્રમભાઇ લાભુભાઇ કુગસીયા વિશ્ર્વરાજસિહ પ્રવિણસિંહ ઝાલા, ચકુભાઇ દેવશીભાઇ કલોતરા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા ત્યારે કલ્યાણપર ગામે અમુક માણસો જાહેર જુગાર રમાતો હોવાની બાતમી ને આઘારે સ્થળ પર દરોડો કયૉ હતો

જેમાં જુગાર રમતા ભરતભાઇ વાઘજીભાઇ ઝાપડા (કલ્યાણપર) હાજીભાઇ અબ્દુલભાઇ ભાણુ (કલ્યાણપર) હરેશભાઇ કાનજીભાઈ સવસાણી (કલ્યાણપર) દિવ્યેશજશમતભાઇ વાઘરીયા (કલ્યાણપર) હેમતભાઇ કરમશીભાઇ દુબરીયા (લક્ષ્મીનારાયણ ટંકારા) દિનેશભાઇ વાઘજીભાઇ ઝાપડા(કલ્યાણપર)રહે બઘા કલ્યાણપર તા .ટંકારા જી.મોરબીવાળા કુલ રોકડ રૂપિયા ૨૭.૨૧૦-/ મોબાઈલ નંગ ૪ કિ.રૂ ૧.૦૫.૦૦૦કુલ મુદામાલ મળીને કિ.રૂ ૧.૩૨.૨૧૦(એક લાખ બત્રીસ હજાર બસો દસ )ની કિંમતનો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસર કાયૅવાહી હાથ ઘરાઇ છે

Comments
Loading...
WhatsApp chat