વાંકાનેર : માટેલમાં માતાજી મઢના ઓટા પર જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે શીતળાધારે આવેલ માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા છ શકુનીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા અને નાયબ  પોલીસ વડા બન્નો જોશીની સૂચના અને વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. જી.આર.ગઢવી તથા બી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ કિશોરભાઈ વિષ્ણુભાઈ સાવંત, સુરેશભાઈ રામભાઈ ચાવડા, ચમનભાઈ ડાયાભાઇ ચાવડા, અશ્વિનકુમાર મનસુખભાઈ ઝાપડિયા, વનરાજભાઈ અભેસિંહ ઝાલા, બળદેવસિંહ મહાવીરસિહ જાડેજા, અસ્વીનભાઈ પ્રકાશભાઈ રંગાણી સહીતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળાઘારે જુગાર રમતા હોવાની ખાનગી બાતમીના આઘારે દરોડો કરો હતો

જેમાં મોગલમાંના મઢના આગળના ભાગે ઓટા પર જુગાર રમતા પ્રવીણભાઈ પરસોતમભાઈ વિંજવાડિયા, હિતેશ સાદુરભાઈ સરાવાડીયા, જાદવભાઈ સોમાભાઈ કોળી, શૈલેશભાઈ તેજાભાઈ કોળી, પ્રવીણભાઈ  જેસિંગભાઈ વીરસોડીયા, મનસુખભાઈ વશરામભાઈ બાહુકિયાને રોકડ રકમ ૧૪૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat