Billboard ad 1150*250

મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન આયોજિત નિદાન કેમ્પનો ૧૨૫૬ દર્દીઓએ લાભ લીધો

0 84
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સેતુબંધ ફાઉન્ડેશના સ્વ. ઉપ પ્રમુખ મગનભાઈ સંઘાણીની પુણ્ય સ્મૃતિમાં તેમના પરિવારની  ઉપસ્થિતિમાં  સેતુબંધ ફાઉન્ડેશના દ્વારા સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ વિનય વિદ્યા મંદિર પીપળીયા ચાર રસ્તા ચાચાવદરડા ખાતે યોજવામાં આવ્યો હતો 

Post ad 3

આ કેમ્પમાં ડો.એમ એમ પેથાપરા, ડો. ચિરાગ આદ્રોજા, ડો. મહેન્દ્ર ફેફર, ડો. પ્રફુલ પરેચા, ડો. ચિંતન મહેશ્વરી, ડો. હિતેષ પટેલ, ડો. ધીરેન બી. પટેલ, ડો. ચિરાગ અઘારા, ડો. અજય છત્રોલા, ડો. અલ્પેશ ફેફર, ડો. અલ્પેશ રાંકજા, ડો. અર્પણા કૈલા, ડો. નયન પટેલ, ડો. અલ્પેશ વાછાણી, ડો. વિક્કી પેથાપર તેમજ ડો. અચલ સરડવાએ પોતાની સેવા આપી હતી આ ઉપરાંત બહુચર મેડીકલ સ્ટોરમાંથી નંદલાલભાઈ એ કેમ્પના મેડીકલ વિભાગમાં સેવા આપી હતી

આ કેમ્પનું ઉદઘાટન મોરબી જીલ્લા કલેકટર આર. જે. માંકડિયા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને પરમ પૂજ્ય પુરાની સ્વામી સંસ્કાર ધામ મોરબીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જયંતિલાલ જે. પટેલ તથા મહેસભાઈ ધોડાસરા અતિથી વશેષ તરીકે હાજર રહ્યા હતા આ તકે સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા એ સેતુબંધ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય કર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પ કુલ ૧૨૫૬ લોકો એ નિદાન તેમજ દવાનો  લાભ લીધેલ હતો. આ કેમ્પમાં તરઘરી સરપંચ ભાવેશભાઈ સાવરીયા તેમજ તેમની ટીમ દ્વારા ખુબજ મહેનત અને સહયોગ આપેલ હતો મોટાભેલા ના છગન ભાઈ સરડવા તેમજ મોટા દહીસર ના જીવાભાઈ બલસારા અને પદુભા જાડેજા એ પણ ખુબજ સારો સહયોગ આપેલ હતો  મોરબી જીલ્લા ની ઘણી બધી સ્કુલ ના શિક્ષકો નો પણ ખુબજ સારો સહયોગ મળેલ હતો. દાતા વસરામભાઈ ચીખલીયા અને જયંતીભાઈ કાસુન્દ્રા અને ભવાનભાઈ વરમોરાનો પણ સહયોગ મળેલ હતો. આ કેમ્પ માટે વિનય વિદ્યા મંદિરના સ્થાપકો તેમજ સ્ટાફનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.

કેમ્પમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથી, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, રામજીભાઈ રબારી, રાજુભાઈ કાવર, અમુભાઈ હુંબલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat