મોરબી જીલ્લાના છ જુનિયર ક્લાર્કને સીનીયર ક્લાર્કનું પ્રમોશન



મોરબી જીલ્લાની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત્માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્કોને બઢતી આપવામાં આવી છે. જે બઢતીની યાદીમાં હળવદ તાલુકા પંચાયતના પરેશભાઈ ગોસ્વામી, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના અંગત મદદનીશ વિપુલ જીવાણી, ટંકારા તાલુકા પંચાયતના કિરણબેન જાકાસણીયા, જીલ્લા પંચાયત મોરબીના રીધ્ધીબેન પંડ્યા, માળિયા તાલુકા પંચાયત કચેરીના વનરાજસિંહ નટુભા જાડેજા અને મોરબી સિંચાઈ પેટા વિભાગના વીનેશચંદ્ર જયંતીલાલ મહેતા એમ છ જુનિયર ક્લાર્કો ને સીનીયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. જેથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.