માળીયાના મંદરકી ગામે જાહેરમાં પત્તા ટીંચતા છ જુગારીઓ ઝડપાયા



માળિયા મિયાણાના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી છ પતા પ્રેમીઓન ઝડપી ને રૂપિયા ૪૩ હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો
બનાવની મળતી વિગત મુજબ માળિયા મિયાણા ના મંદરકી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની માળિયા પોલીસને માહતી મળતી હતી જેને આધરે ગામમાં આવેલ ગોલવટીયાની ધાર પાસે પોલીસે દરોડો પાડતા ત્યાં પતા ટીચતા હસમુખભાઈ વિડજા , દેવજીભાઈ ઉપાસરિયા , દિનેશભાઈ જ્સાપરા, કેતનભાઈ અગેચણીયા , અલ્પેશભાઈ અગેચણીયા અને સોહિલ ચાનિયા સહિતના છ શખ્સોને પતા ટીચતા રંગ હાથ ઝડપી લીધા હતા
એની પાસેથી રૂપિયા ૧૦૩૬૦ રોકડા , બે બાઈક કીમત રૂપિયા ૩૦ હજાર અને છ મોબાઈલ કીમત રૂપિયા ૩ હજાર આમ કુલ મળી રૂપિયા ૪૩,૩૬૦ મુદમાલ જપ્ત કરી અને માળિયા પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે

