


મોરબીના ૨૦ ગામના ખેડૂતો ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી જળાશયોમાં નર્મદા નીરની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે જેના આજે સતત છઠ્ઠા દિવસે આશ્ચર્યજનક કાર્યક્રમ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો
ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી ૨ અને ૩ ડેમો ખાલીખમ હોય જેથી કોયલી ગામ નજીકના ડેમી ૩ ડેમ પાસે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને આંદોલનના પ્રથમ દિવસથી લઈને પાંચ દિવસ સુધી દરરોજ નવતર પ્રયોગ કરીને વિરોધ દર્શાવ્યો હતો જે વિરોધ આજે પણ જોવા મળ્યો હતો આજે આંદોલનના છઠ્ઠા દિવસે ખેડૂતો ખાલીખમ ડેમી ૩ ડેમમાં રેતી નાખી ડેમને પૂરી દેવાનો પ્રયાસ કર્યો હતો આમેય ડેમમાં પાણી છે નહિ અને ખાલી મેદાનમાં ખેડૂતો ક્રિકેટ રમવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી
જેથી અગાઉ ક્રિકેટ રમી વિરોધ કર્યો હતો તેમજ બાદમાં ડેમમાં ખાડા ખોદવાના પ્રયાસ બાદ હવે ડેમમાં માટી નાખીને ડેમને પૂરી દેવાનો પ્રયાસ કર્યો હતો તેમજ હાલ લસણના ભાવ પણ મળતા ના હોય જેથી ખેડૂતોએ માટી સાથે લસણ પણ ડેમમાં નાખીને ડેમને પૂરી દેવાની કોશિશ કરી હતી તેમજ પાણી ના મળે ત્યાં સુધી લડત યથાવત રહેશે તેમ પણ ખેડૂતો જણાવી રહ્યા છે
જુઓ ખેડૂતોના વિરોધનો વિડીયો…