મોરબી : જોધપર નજીક ફ્લોરા હાઉસમાં જુગારધામ પર દરોડો, લાખોની મત્તા સાથે છ ઝડપાયા

મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી

 

મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ ફ્લોરા હાઉસમાંથી જુગાર રમતા છ પતાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને ૬.૦૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે બાતમીને આધારે જોધપર નજીક આવેલ ફ્લોરા હાઉસના બંગલામાં દરોડો કર્યો હતો જેમાં આરોપી કલ્પેશ લાલજીભાઈ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય રેડ દરમિયાન આરોપી કલ્પેશ લાલજીભાઈ પટેલ, કલ્પેશભાઈ કાનજીભાઈ પટેલ, દીપેશ ઉર્ફે દીપક ઉર્ફે હોઠારો ગણેશભાઈ પટેલ, પ્રભુલાલ માવજીભાઈ પટેલ, જયંતીલાલ ગાંડુભાઈ પટેલ, જીવરાજભાઈ મેઘજીભાઈ પટેલ રહે બધા મોરબી વાળાને ઝડપી લઈને ૬,૦૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, શક્તિસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઈ જીલરીયા, રણવીરસિંહ જાડેજા અને દશરથસિંહ રણજીતસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat