ઢુવા જૂથ અથડામણમાં છ આરોપી સામેથી પોલીસમાં હાજર

શનિવારની બપોરના સમયે તાલુકાના ઢુવા ચોકડી પર મો.સા.અડી જવાની સામાન્ય બાબતે થયેલ સામસામી જૂથ અથડામણ અને તેમાં ધુવાના સરપંચ નરેન્દ્રભાઈ ઉર્ફે હકાભાઇ ને માથામાં ઈજા થયેલી તેમજ સમા પક્ષે બે ભરવાડોને હાથ પગમાં ફેકચર તેમજ માથામાં મુંઢ મારની ઈજા અને વાંકાનેરના ભરવાડની રિક્ષા ને સરપંચ જુથનાઓએ છાપેલી આગ લગાડી દીધી હોય ભરવાડ જૂથ દ્વારા સરપંચ સહીત ૬ થી વધુ વયક્તિઓ સામે અને સરપંચે બંને ભરવાડ સહીત ૬ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોડી રાત્રીના સરપંચ નરેન્દ્રભાઈ ઉર્ફે હકાભાઇ અસ્વર તેમજ વિક્રમ દુલુભા રજપૂત બાબો ઉર્ફે બાલા ગોવિંદ રજપૂત ધીરુભાઈ ખેંગારભાઈ રજપૂત મહિપત મનુભાઈ રજપૂત અને રાહુલ બાબુભાઈ રજપૂત તેન છએય આરોપીઓ તાલુકા પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ ગયા હતા અને તાલુકા પોલીસ અધિકારી જાડેજા એ તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat