



મોરબીના લીલાપર રોડ પર ગરબીમાં બોલાચાલી બાદ મારામારીના બનાવમાં એક યુવાનનું મોત નિપજયુ હતું અને બનાવ હત્યામાં પલટાયા બાદ છ આરોપીના નામજોગ સહીત કુલ 12 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ અંગે છ આરોપી સામેથી પોલીસમાં હાજર થતા પોલીસે અટકાયત કરી છે
મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં ગત શનિવારે બઘડાટી બોલી હતી જેમાં ગાળો બોલવા બાબતે બઘડાટી બોલી હતી અને મારામારીમાં ઘવાયેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું જે મામલે જયદીપ જીલુભાઈ ગોગરાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી હરપાલસિંહ, હરદેવસિંહ, દિલીપસિંહ, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું, દીપકસિંહ અને અન્ય છ અજાણ્યા શખ્સોએ ધોકા, પાઇપ, અને છરી વડે હુમલો કરતા તેને તથા તેના ભાઈ જયરાજને અને જીગરને ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડી અને તેના ભાઈ જયરાજને વધુ ગંભીર ઇજા થતાં અમદાવાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે
જે ફરિયાદને પગલે આજે આરોપી હરપાલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, પલ્લવ રાવલ, મહિપાલસિંહ ભાણું અને દીપકસિંહ વાઘેલાએ છ આરોપી આજે સામેથી પોલીસમાં હાજર થતા પોલીસે વિધિવત અટકાયત કરી છે



