


વાંકાનેરના રાણેક્પર ગામે સગીરાની છેડતી મામલે ફરિયાદ કરવા બાબતે મુસ્લિમ આધેડને સાત શખ્શોએ માર મારી ધમકી આપ્યા અંગે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે છ આરોપીને ઝડપી પાડ્યા છે.
વાંકાનેરના રાણેકપર ગામે વસતા મુસ્લિમ આધેડની ૧૭ વર્ષની સગીર દીકરી સાથે તેના જ ગામમાં રહેતા મૌલાના શૌકતઅલી મકબુલમીયા નામના શખ્શે ચાર માસ પૂર્વે શારીરિક અડપલા કર્યા હોય અને સગીરા સાથે છેડતી કરી હોય જે અંગે સગીરાના પિતા ફરિયાદ કરવા જવાના હોવાથી આરોપી મૌલાના શૌકતઅલી તથા નીઝામુદ્દીન અમી શેરસીયા, ઉસ્માન હબીબ સેરસીયા, હુસેન નુરમામદ સેરસીયા સરપંચ, મામદ જલાલ સેરસીયા, ઈબ્રાહિમ મામદ ઉર્ફે ભુરી ઈબો રહે. બધા રાણેકપર અને સીકો સંધિ રહે. પંચાસરવાળા આરોપીઓએ ઇકો કારમાં જઈને ફરિયાદી આધેડને લાકડી ધોકા વડે માર મારી હુમલો કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે મુસ્લિમ આધેડની ફરિયાદને પગલે વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપી સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં વાંકાનેર પોલીસે ગત સાંજના સુમારે નીજમુદીન અમીભાઇ શેરસીયા, ઉસ્માન હબીબભાઈ શેરસીયા, હુશેન નુરમામદ શેરસીયા(સરપંચ), મહમદ જલાલભાઈ શેરસીયા, ઈબ્રાહીમ ઉર્ફે ભૂરી ઇબ્રો મામદભાઈ શેરસીયા રહે-બધા રાણેકપર અને સિકંદર ઉસ્માનભાઈ બાંભણીયા રહે- પંચાસર રોડ, નવાપરા વાંકાનેર વાળને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

