મોબાઈલમાં બહેનના ફોટાની શંકાએ મારામારી, એક યુવાનને ઈજા પહોંચી

મોરબીના લીલાપર રોડ પર બઘડાટી બોલી હતી જેમાં એક યુવાનને ત્રણ શખ્શોએ લાકડાના ધોકા વડે તેમજ નળિયાના ઘા ઝીંકી માર મારતા યુવાનને ઈજા પહોચી છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

લીલાપર રોડ પરની નીલકમલ સોસાયટીના રહેવાસી રવિ કાળુભાઈ ગોહેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની બહેનના ફોટો આરોપીના મોબાઈલમાં હોવાની શંકાને આધારે તે સમજાવવા જાતે આરોપી રવિ કોળી અને ૨ અજાણ્યા શખ્શોએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને નળિયાનો ઘા ઝીંકી તેમજ લાકડાના ધોકા વડે માર મારી હાથ પગમાં ઈજા પહોંચાડી છે એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat