Billboard ad 1150*250

બહેન સાથે ઝઘડા મુદે સાલો-બનેવી બાખડ્યા, પાઈપ વડે માર માર્યો

0 173
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        માળિયા નજીક આવેલ હોટલ પર બહેન-બનેવી વચ્ચે અવારનવાર ઘર કંકાસ થતી હોય અને બહેન રીસામણે હોય જેથી સાળા બનેવી વચ્ચે બોલાચાલી થઇ હતી અને બાદમાં મામલો માર મારી સુધી પહોચ્યો હતો જે મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સદામભાઈ દિલાવરભાઈ મોવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી આમીન અબ્દુલ ભટ્ટી સાથે તેની બહેન મરિયમના લગ્ન થયા હોય અને ઘરમાં કજીયો થતો હોય આરોપી ફરિયાદીની બહેન મરિયમને અવારનવાર માર મારતા હોય જેથી ફરિયાદી સદામની બહેન રીસામણે હોય અને ફરિયાદી સદામ મોવર તેમજ આરોપી આમીન ભટ્ટી વચ્ચે સામ સામે બોલાચાલી થયેલ હોય આરોપી આમીનએ ફરિયાદી સદામને ગાળો આપી માર મારી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat