સિરામિક દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણ સામે ગ્રામજનોની ફરિયાદ

મોરબીનાં રંગપર તથા આસપાસના ગામના લોકોએ પ્રદુષણ બોર્ડમાં ફરીયાદ કરી છે કે કેનાલ પાસે આવેલા અમુક સિરામિક એકમો દ્વારા સિરામિકના ગેસી ફાયરનું કેમિકલયુકત પાણીનો નિકાલ કેનાલમાં કરવામાં આવે છે. આ બાબતે ગ્રામજનોએ સ્થાનિક પ્રદૂષણ બોર્ડને ફરીયાદ કરી જ્વાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. જેના પગલે પ્રદુષણ બોર્ડે બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરી મોકલ્યા છે. આ અંગે પ્રદૂષણ બોર્ડના અધિકારી બી.જી.સૂત્રેજાએ જ્ણાવ્યું હતું કે, પીપળી રોડ પર આવેલા સનફેમ સિરામિક એકમ દ્વારા ગેસી ફાયરનું પ્રદુષિત પાણી નદી નાળામાં ઠાલવી દેવાયું હતું. તેમજ ઘૂટું રોડ પરના સિરામિક એકમે ગેસી ફાયરનું પ્રદુષિત પાણી વરસાદી પાણીમાં વહાવી દીધું છે. આ પ્રકારની ફરીયાદો મળતા જી.પી.સી.બી.નાં અધિકારીઓ દોડી ગયાં હતાં અને ત્યાંથી પાણીનાં નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.જો આ અંગે રિપોર્ટ પોઝિટિવ આવશે તો જવાબદાર સિરામિક એકમ સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જ્ણાવ્યું હતું.

 

 

Comments
Loading...
WhatsApp chat