Billboard ad 1150*250 Billboard ad 1150*250

“ઘોઘા” ગાઈ, નવરાત્રી સાથે જોડાયેલી પ્રાચીન સંસ્કૃતિ !

પ્રાચીન એવી સંસ્કૃતિને જીવંત રાખતા ભૂલકાઓ

ભારતીય પરંપરા અને સંસ્કૃતિના મુળિયા આમ તો ઘણા ઊંડા હોય, આજે પણ પ્રાચીન પરંપરાઓ ચાલતી આવે છે છતાં પણ અનેક સંસ્કૃતિ લુપ્ત થવાને આરે પહોંચી હોય તેમ કહી સકાય છે. પ્રાચીન પરંપરાની જાળવણી સૌરાષ્ટ્રના ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે છે જયારે મહાનગરો આવા રીવાજો હવે ભૂલવા લાગ્યા છે તેવી જ એક પ્રાચીન સંસ્કૃતિ “ઘોઘા”અને “ગરબા” ની છે. નવરાત્રીમાં બાળાઓ માતાજીનો ગરબો અને બાળકો ઘોઘા લઈને શેરીએ ગલીએ ઘૂમતા હોય છે. જેમાં ઘોઘા ગાઈને તેમજ ગરબા ગાઈને બાળાઓ અને નાના ભૂલકાઓ બદલામાં પીપરમેન્ટ, ચોકલેટ અને નવરાત્રીના છેલ્લા દિવસે રોકડ રકમની ભેટ મેળવતા હોય છે. આજે ભલે આધુનિક શાળામાં જતા બાળકો ઘોઘા લઈને નીકળવામાં સંકોચ અનુભવતા હોય છતાં કેટલાક વિસ્તારોમાં હજુ ઘોઘ સંસ્કૃતિ જીવંત જ છે તો આજે યુવાન બનેલા તમામ યુવાઓ આ ઘોઘાની તસ્વીર નિહાળી પોતાના બાળપણના સુંદર સ્મરણોને વાગોળવા લાગશે તે પણ ચોક્કસ નક્કી છે.

Comments
Loading...
WhatsApp chat