


મોરબીના લાયન્સ નગરમાં મકાનનો સમાન ફેરવવા બાબતે ચાર શખ્સોએ સિંધી યુવાનને મારમારતા મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ લાયન્સનગરમાં રહેતા કિશન લાલવાણીએ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મકાનનો સામાન ફેરવતા હોય ત્યારે આરોપી વિશ્વાસ કાનજી પાટડિયા અવારનવાર વચ્ચે આવતો હોય જેને ના પાડતા આરોપી વિશ્વાસ પાટડિયા, ચિરાગ જોષી, રાજુ મોચી અને એક અજાણ્યો માણસ એ ચાર શખ્શોએ તેણે ઢીકા પાટું માર મારી આરોપી વિશ્વાસ પાટડીયાએ છરી વડે પગમાં સામાન્ય ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.

