શાળાઓને તસ્કરો દ્વારા નિશાન બનાવાતી હોવાથી શાળાઓને નાઈટ પેટ્રોલિંગ ફાળવવા માંગ

હળવદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ રાકેશભાઈ પી.પટેલની આગેવાનીમાં આજે હળવદની તમામ શાળા સંચાલકો દ્વારા તાલુકા મામલતદારને ચોરી મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા હતું કે છેલ્લા એક માસમાં સાત શાળાઓમાં ચોરીની ઘટના બની છે જે દુઃખદ બાબત છે.ગત તા.૧૨ ઓગષ્ટના રોજ સદભાવના વિદ્યાલય,તા.૧૩ના રોજ મંગલમ વિદ્યાલય,તા.૩ સપ્ટે.ના રોજ સાંદિપની વિદ્યાપીઠ,અને તા.૭ ના રોજ તક્ષશિલા,પતંજલિ,મહર્ષિ અને ભક્તિ વિદ્યાલય એમ કુલ ચાર મળી તસ્કરોએ સાત સ્કૂલને નિશાન બનાવી હતી.તેમજ અંતે ગુજરાતને ક્રાઈમ મુક્ત બનાવવા સરકારના સ્વપ્નને સાકાર કરવા અને ઘરફોડ ચોરી અટકાવવી જરૂરી હોવાનું જણાવી શાળાઓને નાઈટ પેટ્રોલિંગ ફાળવવા માંગ ઉજવવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat