


રાજસ્થાનનો એક ઈસમ અનેક દારૂના ગુન્હામાં સંડોવાયેલો હોય અને છેલ્લા 17 વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને હળવદ પોલીસે દબોચી લેવામાં સફળતા મળી છે
મોરબી જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાય એસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સૂચના માલ્ટા હળવદ પીઆઇ એમ.આર. સોલંકી તેમજ હળવદ પોલીસ મથકના વી.બી. બાબારીયા, વી.પી છાશિયા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, વિજયદાન હરદાનભાઈ ગઢવી, પંકજભા પ્રવિણભા ગઢવી, ભાવેશભાઈ માવાભાઇ મિયાત્રા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા અને તેજસભાઈ વેલજીભાઇ વિડજા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હોય
દરમિયાન બાતમીનીએ આધારે દાહોદ ટાઉન પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રમેશ દેવીલાલ કલાલ (ઉવ 50) રહે. રાજસ્થાનવાળાને ઝડપી લેવામાં આવ્યો છે ઝડપાયેલો આરોપી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલો છે જે દાહોદ, ફતેપુરા , લખખેડા, દાહોદ, રણધિકપૂર અને રાજગઢ સહિતના પોલીસ મથકમાં જુદા જુદા 14 પ્રોહિબિશનના ગુન્હામાં આરોપી છેલ્લા 17 થી 18 વર્ષથી નાસતો ફરતો હતો જેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે