સીમ્પોલો ગ્રુપના યુવા ઉદ્યોગપતિ જીતેન્દ્ર અઘારાનું સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું

સી.એમ. વિજય રૂપાણી હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

મોરબીના સીમ્પોલી ગ્રુપના એમડી જીતેન્દ્રભાઈ અઘારાને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સૌરાષ્ટ્ર રત્ન એવોર્ડથી બિરદાવામાં આવ્યા હતા સિરામિક ઇન્ડસટ્રીઝમાં તેમના યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. સીમ્પોલો કંપનીને એક રીજનલ સેનેટરી વેર કંપનીમાંથી માત્ર આઠ વર્ષમાં વિશાલ ગ્રુપમાં પ્રસ્થાપિત કરી છે જે રાષ્ટ્રીય સ્તરે જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક આગવી ઓળખ ઉભી કરે છે. સીમ્પોલો ગ્રુપના સાત યુનિટમાં વીટ્રીફાઈડ ટાઈલ્સ, વોલ ટાઈલ્સ અને સેનેટરી પ્રોડક્ટ્સના પ્લાન્ટ આવેલા છે. સીમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ અઘારા ઉત્પાદન ક્ષમતા સાથે ઇનોવેટીવ પ્રોડક્ટ્સ અને આંતરરાષ્ટ્રીય ક્વોલીટીના પણ આગ્રહી છે. જેના પરિણામે સીમ્પોલો ગ્રુપ દેશની ટોપ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. સીમ્પોલો ગ્રુપનું વર્ષ ૨૦૧૬-૧૭ નું વાર્ષિક ટર્નઓવર ૮૦૦ કરોડનું રહ્યું છે જે ગત વર્ષની સરખામણીએ ૧૩ ટકા ગ્રોથ દર્શાવે છે

સી.એમ. રૂપાણી હસ્તે સીમ્પોલો એમ.ડી. જીતુભાઈ અઘારા એવોર્ડ આપ્યું તેની તસ્વીર

Comments
Loading...
WhatsApp chat