Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી-વાંકાનેર પાલિકામાં બાંધકામ વિકાસ પરવાનગીમાં સરળીકરણ

મોરબી અને વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં કોમન જીડીસીઆરમાં ૧૨૫ ચોરસ મીટર બાંધકામની વિકાસ પરવાનગીમાં સરળીકરણ કરવામાં આવ્યું છે અને નકશા મુજબ બાંધકામ ન કરવાની ફરિયાદ મળ્યે ડીમોલીશ અથવા મોડીફાઈ કરવામાં આવશે

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૧૪-૦૯-૨૦૧૬ ના પરિપત્ર મુજબ મોરબી નગરપાલિકા વિસ્તારમાં અને વાંકાનેર નગરપાલિકા એક માલિકીના ૧૨૫ ચોરસ મીટર સુધીના રહેણાંકના વ્યક્તિગત મકાનના બાંધકામ માટે નગરપાલિકા પાસેથી બાંધકામ મંજુરી મેળવવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરેલ છે આ અરજદારોએ સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા મંજુર કરેલ લે આઉટ પ્લાનના સબપ્લોટ કે બિલ્ડીંગ યુનિટમાં જીડીસીઆર ને આધીન રહેણાંકના બિલ્ડીંગ પ્લાન લાયસન્સ ધરાવતા એન્જીનીયર / આર્કિટેક્ટ દ્વારા બનાવી અરજદારની અને એન્જીનીયર / આર્કિટેક્ટની સંયુક્ત એફિડેવિટ સાથે બે નકલમાં સત્તા મંડળમાં રજુ કરી સત્તા મંડળે સ્વીકારેલ પ્લાનની નકલ મેળવ્યા બાદ બાંધકામ શરુ કરી શકાશે

બાંધકામ પૂર્ણ થયે જે તે સત્તા મંડળના નિયમ મુજબ બાંધકામ પૂરું કરેલ જે અંગેની પરવાનગી લેવાની રહેશે અને એનેક્ષર ૧ શરતો મુજબ અને એનેક્ષર ૨ શરતો મુજબ બાહેંધરી પત્ર જે તે સત્તા મંડળમાં રજુ કરવાનું રહેશે રજુ કરેલ નકશા મુજબ બાંધકામ ના કરવાની ફરિયાદ મળશે તતો નગરપાલિકા દ્વારા GDCR મુજબ બાંધકામ કરવાની નોટીસ આપવામાં આવશે અને જરૂર પડ્યે ડીમોલીશ અથવા મોડીફાઈ કરવાની સુચના આપવામાં આવશે તેમ ચોફ ઓફિસર ગીરીશ સરૈયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat